MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પાણીના પ્રશ્નને રવાપરના રહેવાસીઓ પ્રમુખપાર્ક સહિત એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોએ કલેકટરને રજુઆત પહેલા ધારાસભ્ય કાર્યાલયનો ઘેરાવો કયૉ

MORBI:મોરબી પાણીના પ્રશ્નને રવાપરના રહેવાસીઓ પ્રમુખપાર્ક સહિત એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોએ કલેકટરને રજુઆત પહેલા ધારાસભ્ય કાર્યાલયનો ઘેરાવો કયૉ

Oplus_0

મોરબી : મોરબીના રવાપર વિસ્તારમાં આવેલ 22થી 23 એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ મહિનાથી પાણીની સમસ્યા સર્જાતા રવાપર ગ્રામ પંચાયતે હાથ ઊંચા કરી દેતા રોષે ભરાયેલા લોકો આજે ગુરુવારે જિલ્લા કલેકટરને રજુઆત કરવા દોડી ગયા હતા તે પૂર્વે જ લોકોએ રવાપર ચોકડીએ ટંકારા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના કાર્યાલયે હલ્લાબોલ કરી રોષ ઠાલવ્યો હતો. જો કે અહીં કાર્યાલયે ઉડાઉ જવાબ મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

Oplus_0

મોરબીના રવાપર ગામ વિસ્તારમાં આવેલ પ્રમુખ એપાર્ટમેન્ટ સહિત 22 થી 23 જેટલા એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ માસથી પીવા વાપરવાનું પાણી ન મળતું હોય લોકોએ અગાઉ સરપંચના ઘેર હલ્લાબોલ કરી રજુઆત કરી હતી. જોકે કેટ કેટલી રજૂઆતો બાદ પણ લોકોને પાણીનો મળતા આજે ગુરુવારે રોષે ભરાયેલા લોકો જિલ્લા કલેકટરને રજૂઆત માટે દોડી ગયા હતા. જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જતા પહેલા ફ્લેટ ધારકોએ ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના કાર્યાલય ખાતે હલ્લાબોલ કરી પાણી માટે ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતુ ધારાસભ્યના કાર્યાલય ખાતેથી ઉડાઉ જવાબ મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને ચૂંટણી સમયે મત માગવા આવતા નેતાઓ પાણી પ્રશ્ને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button