ARAVALLIMEGHRAJ

મેઘરજ નગરની પ્રાથમિક શાળા નંબર 2 જર્જરિત હાલતમાં જોવા મળી છતના સળિયા દેખાયા :વિધાર્થીઓ બહાર લાંબીમાં બેસીને અભ્યાસ કરવા મજબુર 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ નગરની પ્રાથમિક શાળા નંબર 2 જર્જરિત હાલતમાં જોવા મળી છતના સળિયા દેખાયા :વિધાર્થીઓ બહાર લાંબીમાં બેસીને અભ્યાસ કરવા મજબુર

એકબાજુ નવી શિક્ષણ નીતિનો અમલ તો એક બાજુ અભ્યાસ માટે જર્જરિત ઓરડાઓ પછી ક્યાંથી ભણશે ગુજરાત, હાલ નવીન શિક્ષણ નીતિ અમલ કરી છે પણ શૈક્ષણિક બાબતે વાત કરવામાં આવે તો આજે પણ વિધાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે ત્યારે નવીન શિક્ષણ નીતિ સામે આ એક શરમ જનક બાબત કહેવાય ત્યારે અરવલ્લી જિલ્લામાં ની વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં આવેલ

મેઘરજ નગરની પ્રાથમિક શાળા નંબર 2 જર્જરિત હાલતમાં જોવા મળી છે જેના કારણે બાળકો શાળાની લાંબી મા બેસી ભણવા મજબૂર બન્યા છે ત્યારે કહી શકાય છે કે આઝાદી પહેલા બનેલી શાળા ના ઓરડા નોન યુઝ જાહેર તો થયા પણ હજુ સુધી શાળા ના ઓરડા તોડાયા નથી તો શું આજે પણ તંત્ર રાહ જોઈને બેઠું છે કે મોટી દુર્ઘટના સર્જાય..? વધુમાં ઓરડાના અભાવે શિક્ષકો બે બે વર્ગો એક ઓરડામાં તથા અન્ય વર્ગોના બાળકોને શાળા ની લાંબીમાં બેસાડી ભણાવવા મજબૂર કરી રહ્યાં છે ત્યારે આ ધ્રશ્યો જોઈ આધુનિક શિક્ષણ અને નવીન શિક્ષણ નીતિ અને તંત્ર ના દાવાઓ ની પોલ ખોલી નાખ્યા છે ઓરડા જર્જરિત થતાં અવાર નવાર પોપડા પાડવાના બનાવો સામે આવે છે ત્યારે આજે પણ બાળકો જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે પ્રાપ્ત માહિતી મુજબ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરી હોવા છતાં અને ગામ પંચાયત માં ઓરડા નોન યુઝ થવા નો ઠરાવ કર્યો હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહયું છે વધુમાં શાળાની છત ધરાશાય થાય અને શિક્ષકો તેમજ બાળકો ને નુકસાન પહોંચે તો જવાબદાર કોણ ?એપણ સવાલ છે બીજી તરફ શાળામાં વાયરિંગ પણ જોખમી સ્થિતિમાં જોવા મર્યું હતું તો આ બાબતે સરકાર જાગે અને નવીન ઓરડાઓ તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button