KALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં કાલોલ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમા ૧૩ અરજદારો હાજર રહ્યા.

તારીખ ૨૬/૦૭/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા કક્ષા નો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે જીલ્લા કલેક્ટર આશિષકુમાર ની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં બી.એમ જોશી ઈનચાર્જ મામલતદાર,તેમજ ૧૩ અરજદારો અને સંબધીત અધિકારીઓ કાલોલ નગરપાલીકા ચીફ ઓફિસર,તલાટી કમ મંત્રી,નાંયબ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન, નાયબ ઈજનેર મધ્ય ગુજરાત વીજ કંપની,નાયબ મામલતદાર ઈ ધરા કેંદ્ર હાજર રહ્યા હતા અરજદારો ની મુખ્ય રજૂઆતો મા ગંગા સ્વરૂપ આર્થીક સહાય યોજના નો હુકમ મેળવવા,બોજો કમી કરાવવા ઈન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના નો હુકમ મેળવવા,ઇલેક્ટ્રિક પોલ નમી ગયો છે તે બાબતે રેવન્યુ રેકર્ડમાં સુધારો કરવા જેવી મુખ્ય બાબતો સામેલ હતી મુખ્યત્વે તમામ રજુઆતો નો નિકાલ કરવામાં આવેલ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button