
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજ તથા આગાખાન સંસ્થા તેમજ સ્થાનિક સખી મંડળોનાં સંયુક્ત ઉપક્રમે ગલકુંડ રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાઈડમાં વૃક્ષારોપણ કરાયુ….
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો આમ પણ વનસંપદાથી ઘેરાયેલો વિસ્તાર છે.ડાંગ જિલ્લામાં વનોનાં સુરક્ષા અને સંવર્ધન માટે દક્ષિણ વન વિભાગ અને ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ કુલ 16 રેંજ કચેરીઓનાં વનકર્મીઓ કટિબધ્ધ બન્યા છે.તેવામાં હાલમાં ચોમાસાની ઋતુ દરમ્યાન દક્ષિણ વન વિભાગ દ્વારા ઠેરઠેર ધનિષ્ઠ રીતે વૃક્ષારોપણ હાથ ધર્યુ છે.ચાલુ વર્ષે ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ગલકુંડ રેંજનાં આર. એફ.ઓ બી.ઓ.પરમાર દ્વારા ગલકુંડથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાઈડમાં વૃક્ષારોપણ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો છે.ગતરોજ ડાંગની ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ બી.ઓ.પરમાર તથા આગાખાન સંસ્થા શામગહાન તેમજ ગલકુંડ રેંજ વિભાગનાં સખીમંડળોનાં સંયુક્ત ઉપક્રમે ગલકુંડથી ટેમબરૂનધરટા સુધીનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનીસાઈડમાં વિવિધ રોપાઓનું રોપણ કરી હરિયાળા માર્ગો અને હરિયાળા ડાંગનાં સૂત્રને સાર્થક કર્યું હતુ. આ પ્રસંગે વનકર્મીઓ,આગાખાનનાં કર્મીઓ,અને સખી મંડળની બહેનોએ રોપેલ રોપાઓનાં માવજત કરવાની શપથ સાથે પર્યાવરણને બચાવવા માટે સૌ કોઈને અનુરોધ કર્યો હતો…





