GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:ચરાડવા ગામે રાજબાઈ માતાજીના મંદિરે પ્રાગટ્ય દિવસ ઉજવાયો

Halvad:ચરાડવા ગામે રાજબાઈ માતાજીના મંદિરે પ્રાગટ્ય દિવસ ઉજવાયો


(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
સાપર તારા બેસણા ચરાડવા તુંજ ધામ ઉદા ચારણ નાં ઘરે અવતર્યા માં રાજબાઈ ધર્યું નામ ત્રણ સાદે દોડતાં આવે તેવા જાજરમાન જગદંબા એટલે માં રાજબાઈ તેમનો પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજ છે. અને જ્યાં તેમના છોરુડા છે ત્યાં તેમનો આ પ્રાગટ્ય દિવસ ઉજવવા થનગનતા હોય છે .જેમાં કચ્છ નાં પ્રવેશ દ્વાર પાસે આવેલા નવા કટારીયા ગામમાં માં રાજબાઈ નું મોટું મંદિર છે. દરેક વર્ણના લોકો અહીં માં રાજબાઈની આરાધના કરે છે. જેઓ દર વર્ષે પગપાળા સંઘ દ્વારા ચરાડવા આવે છે તે રીતે આ વર્ષે પણ અને ફાગણ સુદ બીજના પ્રાગટ્ય દિવસે મોટો સંઘ કાઢીને પગપાળા ચરાડવા ગામ રાજબાઈ ધામ પહોંચ્યા છે. જ્યાં રાજબાઈ માતાજીના મંદિરે થી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં દરેક ભાવિકો નાચગાન કરતા માતાજીના ગુણગાન ગાતા ગાતા શોભાયાત્રામાં જોડાયા હતા. તારીખ ૧૨-૩-૨૦૨૪ ને મંગળવારે ફાગણ સુદ બીજ રાજબાઈ માતાજી નો પ્રાગટ્ય દિવસ હોય, રાજબાઈ માતાજીના મંદિરે હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ જ રીતે સાપર ગામ અને આંદરણા ગામે રાજબાઈ માતાજીના મંદિરે હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે બટુક ભોજન અને સાંજે મહાપ્રસાદ નું આયોજન કર્યું છે જ્યારે ‌ આંદરણા ગામે રાત્રી દરમિયાન સંતવાણી ભજન ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.એકંદરે મા રાજબાઈ નો પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજ હોય છે તેની ઉજવણી કરવા સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં થી રાજલ છોરૂ ચરડાવા આવી પહોંચ્યા છે . અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button