
એક ક્રાંતિકારી ઉત્પાદન કે જે માત્ર લાળથી મહિલાઓને જણાવી શકે કે શું તેઓ ગર્ભવતી છે કે નહીં તે યુકેમાં લોન્ચ થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર, સેલિસ્ટિક વિશ્વની પ્રથમ એવી પ્રોડક્ટ છે જે માત્ર ‘સ્પિટ ટેસ્ટ’ (લાળ-થૂંકનો ટેસ્ટ) વડે ગર્ભા રહ્યો છે કે નહીં એ નક્કી કરી શકે છે. તે મહિલાઓને પરંપરાગત પેશાબ-આધારિત ગર્ભાવસ્થા પરિક્ષણોનો વિકલ્પ આપશે અને તે યુકે અને આયર્લેન્ડમાં ઉપલબ્ધ છે. ટેસ્ટ કીટ જેરુસલેમ સ્થિત સ્ટાર્ટ-અપ સેલિનોસ્ટિક્સ દ્વારા વિકસાવવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તે કોવિડ ટેસ્ટિંગ કિટ બનાવવા માટે વપરાતી ટેક્નોલોજી પર આધારિત છે.
આ યુનિક પ્રોડક્ટ ગમે ત્યાં, ગમે ત્યારે પરીક્ષણ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે અને એક કરતા વધુ લોકો તેના મારફતે પરીક્ષણ કરી શકે છે. પરીક્ષણ કાર્ય કરવા માટે, મહિલાએ થર્મોમીટરની જેમ થોડી ક્ષણો માટે કીટમાંથી ફીણ-ટીપવાળી સ્ટીક તેના મોંઢામાં રાખવાની હોય છે. આ લાળના નમૂના એકત્રિત કરે છે. આ પછી તે તેને પ્લાસ્ટિકની નળીમાં ટ્રાન્સફર કરશે, જ્યાં બાયોકેમિકલ રિએક્શન થાય છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે.આ ટેસ્ટ ટેક્નોલોજી પર આધારિત છે જે hCG ડિટેક્ટ કરે છે, જે ગર્ભાવસ્થા માટે વિશિષ્ટ હોર્મોન છે જે ગર્ભના વિકાસ માટે ગર્ભાશયને તૈયાર કરવામાં મદદ કરે છે. તેના નિર્માતાઓ દાવો કરે છે કે સૅલિસ્ટિક ગર્ભાવસ્થાના પ્રારંભમાં ખૂબ જ સચોટ તપાસ પૂરી પાડે છે.
તેનું રિઝલ્ટ પાંચથી 15 મિનિટમાં વાંચી શકાય છે, સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે પ્રારંભિક સંકેતો ત્રણ મિનિટ વહેલા દેખાવા લાગે છે. ઈઝરાયેલના એક જૂના અહેવાલ મુજબ, સેલિનોસ્ટિક્સને ગયા વર્ષે યુરોપિયન યુનિયનમાં માર્કેટિંગ કરવા માટે સેલિસ્ટિકનું પ્રમાણપત્ર મળ્યું હતું.






