
ભાઈ વિહોણી બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ખાસ કોબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે યુવતી કે મહિલાને પોતાનો ભાઈ ન હોય તેમને પોલીસે પોતાના કાર્યક્રમમાં આમંત્રિત કરી ભાઈ તરીકે રાખડી બંધાવી અને તહેવારની ઉજવણી કરી હતી.. ઓલપાડ પોલીસનો આ ઉમદા કાર્યક્રમ જનતા વચ્ચેની નીકળતા અને વિશ્વાસ વધારવા માટે કરવામાં આવ્યો હતો.જેમાં સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓએ ઓલપાડ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓને રક્ષાબંધનના પવિત્ર પર્વ પર રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી હતી.
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.
રક્ષાબંધન તેના પૌરાણિક ઉત્પત્તિથી આગળ વધે છે અને ભારતમાં સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ ધરાવે છે. તે માત્ર એક ધાર્મિક તહેવાર નથી પણ ભાઈ-બહેન વચ્ચેના અનોખા બંધનની ઉજવણી છે. આ તહેવાર દરેક સુખ-દુઃખમાં એકબીજાની રક્ષા અને સંભાળ રાખવાની ભાઈઓ અને બહેનોની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.ખાસ આજના દિવસે ઓલપાડ બી.આર.સી.ભવન ખાતે આ જ બાળકીઓ દ્વારા સી.આર.સી અને બી.આર.સી શ્રી બ્રિજેશભાઈ હાજર રહ્યા હતા.શાળા ના આચાર્યશ્રી ડો.ધર્મેશ પટેલના માર્ગદર્શન હેઠળ આજનો દિવસ ની ઉજવણી થઈ.






