
આદિવાસી સમાજનું અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનખો પ્રયાસ
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ વાંસદા,
વાંસદાના તાલુકાના લાખાવાડીના બાબુકાકા અને નવતાડના સોનુભાઈએ આદિવાસી સમાજના અસ્તિત્વને સાચવી રાખવા અને આદિવાસી સંસ્કૃતિને સમજે એ માટે સરાહનીય કાર્ય કરી રહ્યાં છે. આ માટે તેમણે સમાજના આગેવાનો સાથે મળી લગ્ન દરમિયાન થતા ખોટા ખર્ચાઓ ઉપર કાપ મૂકવા અને આદિવાસી સંસ્કૃતિનું જતન થાય એ માટે વિચાર વહેતો મૂક્યો હતો.
જેને લાખાવાડી ગામના આગેવાનોએ સહર્ષ વધાવી લીધો હતો. આ વાત લાખાવાડીના રમેશભાઈ ગાંગોડા અને નવતાડના નરોત્તમભાઈ વાડુને ગમી ગઇ હતી. રમેશભાઈની પુત્રી મહેશ્વરીકુમારી ગાંગોડા અને નરોત્તમભાઈના પુત્ર સંજયકમાર વાડના લગ્ન નક્કી કરવા માટે આદિવાસી પરંપરા
જેને લાખાવાડી ગામના આગેવાનોએ સહર્ષ વધાવી લીધો હતો. આ વાત લાખાવાડીના રમેશભાઈ ગાંગોડા અને નવતાડના નરોત્તમભાઈ વાડુને ગમી ગઇ હતી. રમેશભાઈની પુત્રી મહેશ્વરીકુમારી ગાંગોડા અને નરોત્તમભાઈના પુત્ર સંજયકુમાર વાડુના લગ્ન નક્કી કરવા માટે આદિવાસી પરંપરા મુજબ ‘ઘર બેઠક’ બોલાવાઇ હતી. જેમાં બંને પરિવારના માંડ 10થી 15 જણા ભેગા થયા અને ઘડિયા લગ્ન લેવાયા હતા. ગત 15મી મેના રોજ ન બેન્ડવાજા કે ન ડીજે, નવતાડના સંજયકુમાર પરણવા માટે 30 કિમી દૂર જાન લઈને ગયો હતો.
બાદ ગામના પાદરેથી બળદગાડામાં જાન લઈને મંડપ
સુધી ગયો હતો. જાન માંડવે પહોંચતા જ મા ભવાનીના
હસ્તે હવન વગર પ્રકૃતિ પૂજા સાથે લગ્નની વિધિ કરાઇ હતી.
આજની મોંઘવારીમાં ખોટો ખર્ચો પરવડે નહીં આ બાબતે આદિવાસી સમાજના અગ્રણી અને વાંસદા તાલુકા સરપંચ એસોસિએશનના માજી પ્રમુખ બાબુભાઈએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજમાં એકતા વધે એ માટે અમારો આ સંદેશ છે. અમે ગામના આગેવાનોને ભેગા કરી એ બાબતે ચર્ચા પણ કરીએ છીએ. આ કામગીરી ખરેખર સારી કહેવાય. આજના મોંઘવારીના સમયમાં એ જરૂરી પણ છે. બિનજરૂરી ખર્ચો આજે પરવડે નહીં. આ લગ્નમાં મહારાજ દ્વારા કરાતા લગ્ન વિધિનો ખર્ચ મટી ગયો ખાવા-પીવાનો અને શણગાર સિવાય કોઈ ખર્ચ થયો નથી.