
એક બાહોશ સ્ત્રી ની કહાની ઘણા બધા લોકો એ આમાંની પાસે પ્રેરણા લીધા જેવી એટલે ગામ અગાભી પીપળીયા તા વાંકાનેર ના મંજુબેન દેવશીભાઈ પરમાર જેઓ એ જીવન માં ક્યારેઈ હિંમત ન હારી પોતાની માત્ર 25 વર્ષ નિજ ઉમર માં પતિ નો સરસાયો ખોયો નાની ઉમરેજ વિધવા થયાં પોતે પોતાના ત્રણ સનતાનો નું ભરણ પોષણ કરવા તેમજ તેમને સારી કારકેદી આપવા માટે તેઓ એ કાળી મજૂરી કરી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવ્યું અને પોતાના ત્રણ સંતાન ના જીવન નું ઘડતર કર્યું ..પોતાની નાની ઉમરમાજ તેમને દુઃખ નો ડુંગર જોયો તેમ છતાંયે જીવન ના અંત સુધી ક્યારેય હાર ના માની… તેઓનો નાનો દીકરો જયેશ જીઆઇડીસી મેટોળા માં સારી એવી કંપની માં વેલસેટ થઈ અને ગેસ એજન્સી ચલાવી ને પરિવાર ની ગરીબાઈ દૂર કરી ..પુત્રને રાજકોટ સારા એવા મકાન હોવા છતાંયે પોતાનો પશુઓ પ્રતિ નો પ્રેમે ને કારણે તેમને પોતાનું ગામ અગાભી પીપળીયા ક્યારેઈ ના છોડ્યું ….એક ઈંગ્લીશ કૂતરો જેમનું નામ ભૂરો પાડ્યો છે મંજુબેન આ કૂતરા ને પોતાનો તિજો દિકરોજ માનતા હતા તેમજ ત્રણ ભેંસો રાખી હતી આખોઈ દિવસ આ પશુઓ ની સેવા ચાકરી કારવામાંજ તેમનો દિવસ વ્યતીત થઈ જતો પોતે ગામડે એકલાજ રહેતા હતા પણ તેઓ આ પશુઓ ને પોતાનો પરિવારજ સમજતા હતા આજે તારીખ 03 જૂન 2023 ના રોજ સવારે 4 વાગ્યા ના અરશે પોતાને એક ઉલટી થતા તેમજ ગભરામણ જેવું માલુમ થતા 108 ને તેમના દીકરા જયેશએ રાજકોટ થી ફોન કરીને બોલાવી ત્યારે મંજુબેન એકલાજ 108 માં કોઈ નો ટેકો લીધા વગર ચળી ગયા હતા અને 108 વાળા ને રાજકોટ દવાખાને જવાનું કહી ને ગાડીમાં બેસી ગયા હતા રાજકોટ રોડ પર ખોરણા ગામ પાસે તેમને સિવિઅર એટેક આવતા તેમનું હૃદય બેસી જવાના કારણે તેમનું 108 માજ નિધન થઈ ગયું હતું.તેમની સમશાન યાત્રા માં માણશો તો રડ્યાજ પણ પશુઓ પણ રડ્યા ભૂરા નામનો કૂતરો તો તેમની પાસે જઈને ને રડયો જ્યારે લોકો એ આ દ્રશ્ય જોયા ત્યારે દરેક લોકો હૈયાફાટ રુદન થી રડયા અગાભી પીપળીયા ગામ ના લોકો તો મંજુબેન ને એક સ્ત્રી નહીં પણ ગામ નો નીડર જણ છે એવું માનતા આજે મંજુબેન જેવા નીડર સ્ત્રી આપણી વચ્ચે રહ્યા નથી તેમના દિગવંત આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના.