MORBI:મોરબી રાજપુત કરણીસેના દ્વારા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ આવેદન પત્ર

MORBI:મોરબી રાજપુત કરણીસેના દ્વારા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ આવેદન પત્ર
મોરબી : ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરનાર રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વચ્ચે ગઈકાલે ગોંડલ ખાતે સમાધાન બેઠક યોજાયા બાદ આજે મોરબીમા કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પરસોતમ રૂપાલા વિરુદ્ધ ગુન્હો નોંધવા અને ભાજપની ટીકીટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી સાથે જ ભારતભરના ક્ષત્રિય સમાજ પરસોતમ રૂપાલા વિરુદ્ધ રસ્તા ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી સમાધાન મંજુર ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.મોરબી રાજપુત કરણી સેનાના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાની આગેવાની હેઠળ આજે મોરબીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. તેમજ કલકેટર મારફતે મુખ્યમંત્રી સુધી આ ઘટના બાબતે યોગ્ય પગલાં લેવા લેખિત આવેદન સાથે પોલીસને પણ લેખિત ફરિયાદ લેવા માટે આવેદનપત્ર આપ્યું હતું
કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે જાહેર સભામાં ક્ષત્રીય સમાજ વિશે ટિપ્પણી કરતા સમગ્ર ક્ષત્રીય સમાજની લાગણી દુભાઇ હતી. જેના કારણે ઠેર ઠેર ક્ષત્રીય સમાજમાં રોષ ઠાલવી રહ્યો છે ત્યારે આજે મોરબીના ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ કહ્યું હતું કે સમાધાન મંજુર નથી, ગોંડલના યોજાયેલ સમાધાન બેઠકમાં ક્ષત્રિયો નહિ પણ ભાજપના આગેવાનો હતા અને 80 ક્ષત્રિય સંસ્થાઓએ આ સમાધાન બેઠકનો વિરોધ કર્યાનું જણાવી રૂપાલાની ટીકીટ કાપવા સિવાય કંઈ ન ખપે તેમ સ્પષ્ટ કહ્યું હતું.