BANASKANTHAPALANPUR

શ્રી એમ. બી. કર્ણાવત હાઇસ્કુલ પાલનપુર નું ગૌરવ

21 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શાળાકીય રાજ્યકક્ષા બાસ્કેટ બોલ અંડર -17 બહેનોની સ્પર્ધા સરદાર પટેલ રમત સંકુલ પાટણ મુકામે યોજાયેલ હતી. જેમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી ચૌહાણ દ્રષ્ટિ ગોવિંદભાઈ ની રાષ્ટ્ર કક્ષા સ્પર્ધા માટે પસંદગી થતા શાળા પરિવાર આનંદની લાગણી અનુભવે છે અને સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત તેમજ આચાર્યશ્રી ભરતભાઈ જઞાણીયા સાહેબે માર્ગદર્શક શ્રી જી.બી.રાણા અને ચૌહાણ દૃષ્ટિને અભિનંદન પાઠવ્યા હતા .ચૌહાણ દ્રષ્ટિએ પાલનપુર તાલુકા અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરેલ હોવાથી સમગ્ર શાળા પરિવાર અને સંચાલક મંડળ ગૌરવની લાગણી અનુભવે છે.

[wptube id="1252022"]
Back to top button