હાલોલ:વાત્સલ્યમ સમાચાર ઇમ્પેક્ટ ….આખરે પાલિકા દ્વારા વિશ્વામિત્રી કોતરમાં સફાઈ અભિયાન હાથ ધરવામા આવ્યુ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૯.૭.૨૦૨૩
વહો વિશ્વામિત્રી અભિયાનને સફળ અને સાર્થક કરવાના પ્રયાસોમાં અવરોધ બનેલા હાલોલ ના લીમડી ફળિયા માંથી પસાર થતા વિશ્વામિત્રી ના કોતર માં વહેતા થયેલા પાણી માં ગંદકી ની સાફસફાઈ ના અભાવે ઉભી થયેલી સ્થિતિ ની વાસ્તવિકતા દર્શાવતા વાત્સલ્યમ સમાચારના અહેવાલ બાદ સફાળા જાગેલા હાલોલ પાલિકાના વહીવટી તંત્ર એ આજે વિશ્વામિત્રીના કોતરમાં સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અને વહો વિશ્વામિત્રી અભિયાન ને સાર્થક કરવાના પ્રયાસો માં સહભાગી બન્યા હતા.સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપરના વહેતા ઝરણાઓ અને ધોધ માંથી ખળભળ વહેતી વિશ્વામિત્રી નદીને પુનઃ જીવિત કરવા માટે ‘વહો વિશ્વામિત્રી’ માટેનું એક જાગૃત અભિયાન છેલ્લા 14 વર્ષ થી શરૂ થયું છે. અને આ અભિયાન સાથે જોડાયેલા અનેક લોકો વિશ્વામિત્રી ને વહેતી કરવા સતત પ્રયત્નશીલ છે, ત્યારે હાલોલ નગર માંથી પસાર થતી આ વિશ્વામિત્રી નદી ના કોતર માં ગંદકી આ અભિયાન માં અવરોધ ઉભું કરતું હોવાના અહેવાલ વાત્સલ્યમ સમાચાર દ્વારા પ્રસિદ્ધ કરી જો અહીં કામગીરી કરવામાં નહીં આવે તો આ કોતર માં આવતા વરસાદી પાણી વડોદરા ની જેમ હાલોલ ના કેટલાક વિસ્તાર ને ઘરમોડશે એવી દહેશત પણ વ્યક્ત કરી હતી.આજે હાલોલ નગરપાલિકા વહો વિશ્વામિત્રી અભિયાન ને સફળ અને સાર્થક બનાવવમાં સહભાગી બન્યું હતું અને લીમડી ફળિયા વિસ્તાર માં આવેલ કોતર માં ઉભી થયેલી અને વિશ્વામિત્રી ને વહેતી રાખવામાં અવરોધ ઉભું કરતી ગંદકી દૂર કરવાનું અભિયાન પાલિકાએ હાથ ધરી સાચા અર્થમાં વિશ્વામિત્રી ને વહેતી રાખવાના ધાર્મિક મહત્વ ને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે વાત્સલ્યમ સમાચારના અહેવાલ બાદ પાલિકાના ચીફ ઓફિસરે તત્કાલિત અસર થી જેસીબી અને ટ્રેક્ટરો લગાવી વિશ્વામિત્રીના કોતરની સાફ-સફાઈ કરાવી હતી.










