હાલોલ બસ્ટેન્ડની બાજુમાં આવેલ નેશનલ પ્લાઝામાં આવેલી દુકાનદારો વચ્ચે નેટ બાંધવાને લઈને મારામારી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૫.૨૦૨૪
હાલોલ બસ્ટેન્ડ ની બાજુમાં આવેલ નેશનલ પ્લાઝામાં આવેલી ઝેરોક્ષ ની દુકાનના માલિકે દુકાનમાં તડકો ના આવે તે માટે નેટ બાંધી હતી જેને લઇ બાજુ વાળા દુકાન વાળા સાથે બોલાચાલી બાદ છુટા હાથની મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.બનાવની વિગત એવી છે કે હાલોલ બસ્ટેન્ડ ની બાજુમાં આવેલ નેશનલ પ્લાઝામાં અંબાજી ડિજિટલ ઝેરોક્ષ મશીનની દુકાન ધરાવતા પ્રતિમાબેન પંકજભાઈ પટેલ નાઓ એ પોતાની દુકનમાં તેમજ ઝેરોક્ષ મશીન પર તડકો આવતો હોય નેટ બાંધી હતી.જેથી તેની બાજુમાં આવેલ ઝેરોક્ષ મશીન ની દુકાન વાળા રોહિત ઉમાં શંકર ઝા તથા ઉમા શંકર ઝા અને રોહિતભાઈ ના સાસુ સસરા એકદમ ઉશ્કેરાઈ જઈ માબેન ની ગાળો બોલી ગડદા પાટુનો માર મારતાં ફરિયાદી નીચે પડી ગઈ હતી અને તેમની દુકાન ના બોર્ડ ( બેનરો )તોડવા લાગ્યા હતા એ દરમ્યાન ફરિયાદી નો છોકરો સ્મિત આવી જતા ફરિયાદી ને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો.ત્યારે છોકરાને પણ ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા અને રોહિતભાઈ એ સ્મિત ને છાતી ના ભાગે પાઇપ મારી દીધી હતી.જેથી બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા.લોકો આવી જતા તેઓ બચી ગયા હતા.આરોપીઓએ કહ્યું હતું કે આજે તો તમે બચી ગયા છો હવે ફરી મળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.જેને લઇ ફરિયાદી અને તેના છોકરાને ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા બનાવ અંગે ફરિયાદી પ્રતિમાબેન પટેલે હાલોલ ટાઉન પોલીસ મથક માં ચાર ઇસમો ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










