
ટાઉન પી. આઇ. ચૌધરી પોલીસ કાફલા સાથે રાજપીપળા નગરમાં નીકળ્યા : આડેધડ પાર્ક વાહનો સામે લાલ આંખ
રાજપીપળા નગરમાં ટ્રાફીકને અડચણરૂપ વાહનો હટાવાયા અને ડિટેન કરાયા
રાજપીપળા: જુનેદ ખત્રી
સમગ્ર નર્મદા જીલ્લામાં પોલીસ વિભાગ તરફથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ જીલ્લા ના વડામથક રાજપીપલા ખાતે ના મુખ્ય માર્ગ સહિતના અન્ય વિસ્તારોમાં રસ્તાઓ વચ્ચે જ વાહન ચાલકો માલિકો પોતાના દ્વિચક્રી તેમજ ફોરવ્હીલ વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોય છે જેથી ટ્રાફીક ની સમસ્યા સર્જાતી હોય છે, જેને દુર કરવા રાજપીપલા પોલીસ મથક ના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ચૌધરી પોતાના સ્ટાફ ના જવનો સાથે બપોરે એક વાગે મુખ્ય માર્ગ ઉપર નીકળ્યા હતા અને મુખ્ય માર્ગ ઉપર આડેધડ પાર્ક વાહનો સામે લાલ આંખ કરી હટાવાયા હતા તેમજ કેટલાક વાહનો ડીટેન પણ કરાયા હતા, પોલીસ વિભાગ ની આ પ્રશંશનીય કામગિરી ના લોકો એ વખાણ કર્યા હતા, પરંતુ શું આવી કામગિરી રાજપીપલા પોલીસ દ્વારા નિયમિત રીતે કરવામાં આવશે ખરી?? ના લોકો પ્રશ્નો પુછી રહ્યા હતા.

રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર રસ્તા સાંકડા હોય લોકો આદેધડ રોડ ઉપરજ વાહનો ઉભા કરી દેતા હોય છે જેથી ટ્રાફીકની સમસ્યા સર્જાતી હોય છે,મુખ્ય માર્ગ ઉપર બેન્કો આવેલ હોય સોપિંગ સેન્ટર પણ હોય તેમાં પાર્કિંગ માટે ની કોઇજ વ્યવસ્થા કરવામાં આવીન હોય ને રાજપીપલાના મુખ્ય માર્ગ ઉપર વાહન પાર્કિંગ અને ટ્રાફીક ઍક મોટી સમસ્યા છે ,પોલીસ નિયમિત રીતે આવી કામગિરી કરી લોકો ને ટ્રાફીક ની સમસ્યા માંથી છુટકારો અપાવે તો સોનામાં સુગંધ ભડ્યા જેવું થશે ઉપરાંત રાજપીપળા નગરમાં ફોર્વ્હિલર વાહનો માટે પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો ચોક્કસ ટ્રાફિક ની સમસ્યા માંથી મુક્તિ મળી શકે એમ છે
બોક્ષ મેટર…
સામાન્ય રીતે પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ કરનાર વાહન ચાલકોને દંડવામાં આવે છે ત્યારે રાજપીપળા મુખ્યમાર્ગ સહિત વિસ્તારોમાં એવી હોટલો અને ગેસ્ટ હાઉસો પણ આવેલા છે કે જેમના પાર્કિંગ ફક્ત ચોપડે બોલતા હોય છે ત્યારે આવી હોટલો અને ગેસ્ટ હાઉસો કોનાં આશીર્વાદથી ધમધમી રહી છે અને કેમ તેમાં આવતા ગ્રાહકો બિન્દાસ્ત રોડ ઉપર વાહનો પાર્ક કરે છે એ ચર્ચાનો વિષય છે






