WANKANER:વાંકાનેર ના લુણસરિયા થી કેરાળા ગામે જોડતો મચ્છો નદી વાળો માર્ગ પર કોઝવે બ્રિજ બનાવવા પ્રજા ચિંતક નેતાઓની માંગ

વાંકાનેર ના લુણસરિયા થી કેરાળા ગામે જોડતો મચ્છો નદી વાળો માર્ગ પર કોઝવે બ્રિજ બનાવવા પ્રજા ચિંતક નેતાઓની માંગ આરીફ દિવાન વાંકાનેર
“સાંસદ કેસરી દેવસિંહ ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા હરીસિંહ ઝાલા અને અન્ય ગ્રામ્ય વિસ્તારના સરપંચો સદસ્યો ની લાગણી ભેર માંગણી ઉઠવા પામી”

વાંકાનેર પંથકમાં વિકાસલક્ષી કાર્યની વેગ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વિકાસલક્ષી કાર્યોને સ્થાન આપી સમગ્ર દેશ સહિત ગુજરાતના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ગુજરાત માં ઝડપી વિકાસને વેગ મળે છે ત્યારે વાંકાનેર તાલુકામાં પણ ઝડપી વિકાસને સ્થાન આપવા માટે પ્રજા ચિંતક સરપંચો સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ અને સાંસદ વિગેરે રાજ્ય સરકાર સમક્ષ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર પ્રજા સમસ્યા મુક્ત બને તેવા પ્રયાસો અંતર્ગત વાંકાનેર ના લુણસરિયા થી કેરાળા તરફનો માર્ગ જે મચ્છો નદી વચ્ચોવચ થી પસાર થતો હોય ત્યાં ક્રોજવે બ્રિજ બનાવી લુણસરિયા બોકડ થંભા દિઘલીયા દલડી ચાચડીયા કાછિયા પર ગાંગિયાવદર સધારકા ઘણા બધા વાંકાનેર અને થાન પંથકને જોડતા ગ્રામ્ય વિસ્તારો માટે લુણસરિયા થી કેરાળા નો મચ્છો નદી વાળો માર્ગ શોર્ટકટ અને મહત્વ કારક હોય જેથી લોક માંગ ઉઠવા પામી હોય એથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ તેમજ અન્ય શહેર જિલ્લામાં ઝડપી નેશનલ હાઇવે ને કચ્છ અમદાવાદ ને જોડતો આ માર્ગ પરથી પસાર થવામાં ઇઝી પડી શકે તેવી રીતે આયોજન પૂર્વક મચ્છુ નદીમાં થી કોઝવે બ્રિજ બનાવવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ફાટક અને ટ્રાફિક નો પ્રશ્ન હલ થઈ શકે તે સાથે ઇમરજન્સી સારવાર દર્દીઓ પ્રાપ્ત કરી શકે અને વિદ્યાર્થીઓ સમયસર શાળા સ્કૂલે પહોંચી શકે તેવા હેતુસર પ્રજા ચિંતક વાંકાનેર તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાંસદ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સહિતના રાજકીય અગ્રણીઓ આગેવાનોએ પ્રજાલક્ષી કાર્યને સ્થાન આપવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે તેમાં લુણસરિયા ગામ પંચાયતના સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા તેમજ વાંકાનેર ના મહારાજા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા હરિસિંહ ઝાલા સહિત લક્ષ્મણભાઈ ધોરિયા સદસ્ય તાલુકા પંચાયત વાકાનેર સહિત વિગેરે ગ્રામ્ય વિસ્તારના સરપંચોએ લુણસરિયા થી કેરાલા મચ્છુ નદીમાંથી પસાર થતો માર્ગ પર ક્રોઝવે બ્રીજ બનાવવા લાગણી સાથે માંગણી કરી છે તેને યોગ્ય કરી સરકાર દ્વારા ધ્યાને રાખી ડિજિટલ યુગમાં ઝડપી વાંકાનેર તાલુકા પંથકના વિકાસ લક્ષી કાર્ય અને સ્થાન મળે તેવી પ્રજા ચિંતક સદસ્યો સરપંચો સહિત સાંસદ વિગેરે ની રજૂઆત ઉઠી છે








