GUJARATMORBIMORBI CITY / TALUKO

૨૧ જુને મોરબી જિલ્લો બનશે યોગમય; ૧૬ થી ૨૦ જૂનની દરમિયાન યોજાશે વિવિધ યોગ કાર્યક્રમ

૨૧ જુને મોરબી જિલ્લો બનશે યોગમય; ૧૬ થી ૨૦ જૂનની દરમિયાન યોજાશે વિવિધ યોગ કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે પૂર્વ આયોજન માટે બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંબંધીત વિભાગો સાથે પૂર્વ આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ આઇકોનિક પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સવિશેષ રીતે કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમનું સુચાર રૂપે આયોજન થાય તેમજ ધાર્મિક, ઐતિહાસિક, અને હેરિટેજ સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે અને જિલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ. અને લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં ૧૬ થી ૨૦ જૂન દરમિયાન શહેરના મુખ્ય સ્થળો પર યોગના વિવિધ કાર્યક્રમો યોજાય તે માટે પણ યોગ્ય આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એન.એસ ગઢવી, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્મા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કમલેશ મોતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નમ્રતાબેન મહેતા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તેમજ માર્ગ અને મકાન વિભાગ (ઈલેક્ટ્રીક)ના અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button