
28 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા માં જી.-૨૦ થીમ અંતર્ગત ક્વિઝ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરતા વિવિધ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.કિવઝ ને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક પિયુષકુમાર સાંપરીયા, નિલેશકુમાર ગજ્જર, પ્રહલાદભાઈ ચૌધરી સહિત શાળાની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કામગીરી કરેલ હતી. ક્વિઝમાં વિજેતા બાળકોને શાળાના શિક્ષક પિયુષકુમાર સાંપરીયા તરફથી પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.જી.-૨૦ નું મહત્વ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાની સુંદર મજાની સમજ શાળાના આચાર્ય નાનજીભાઈ કે. પ્રજાપતિ બંધવડ વાળાએ આપી હતી.આ અંગે નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.
[wptube id="1252022"]