યાત્રાધામ પાવાગઢ મંદિર 28 ઓક્ટોમ્બર શનિવારના રોજ શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણનાં કારને બપોરે 2:30 કલાકથી બંધ રહેશે

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૫.૧૦.૨૦૨૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગત જનની શ્રી મહાકાળી માતાજી ના દર્શન ૨૮, ઓક્ટોબર શનિવારના રોજ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે નીજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે બપોરના 2.30 કલાક બાદ બંધ કરવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવી રહ્યું છે.૫૧,શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લા ના યાત્રાધામ પાવાગઢ છે. પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન શ્રી મહાકાળી માતાજી ના મંદિરે માતાજીના ભક્તો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડી માતાજીના દર્શન કરી ધન્ય બને છે.માતાજીના ભક્તો માતાજીના દર્શનાર્થે વર્ષ માં એક વખત અચૂક આવતા હોય છે.જેમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રી,તેમજ આસો નવરાત્રી દરમિયાન અને આ ઉપરાંત આઠમ પૂનમ તેમજ રવિવારના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે.જેથી આ દિવસોમાં ભક્તો ની સંખ્યા વધારે થતો હોય છે. આ વર્ષે આસો સુદ પૂનમ ( શરદ પૂનમ ) તા.૨૮.ઓક્ટોબર ને શનિવાર ના રોજ છે.તે દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે બપોરે ૨.૩૦ કલાક થી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવનાર છે.જે અંગે શ્રીકાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.જોકે ત્યારબાદ તા.૨૯.ઓક્ટોબર ને રવિવાર ના રોજ સવારે ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા બાદ સવારે ૮.૩૦ કલાકે માતાજીના મંદિર નો નિજદ્વાર માઇ ભક્તોના દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવશે.ત્યારબાદ માતાજીની આરતી સાથે માઈ ભક્તો રાબેતા મુજબ માતાજીના દર્શનનો લાભ લઈ શકશે તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવી રહ્યું છે.










