GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નવયુગ સાયન્સ કોલેજનાં પ્રોફેસરે ખડક ચઢાણ બેઝિક કોસૅમા A ગ્રેડ મેળવ્યો

MORBI:મોરબીના નવયુગ સાયન્સ કોલેજનાં પ્રોફેસરે ખડક ચઢાણ બેઝિક કોસૅમા A ગ્રેડ મેળવ્યો


મોરબી : રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે 10 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નવયુગ સાયન્સ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર હર્ષદ એમ. મારવણીયાએ ખડક ચઢાણ બેઝીક કોર્ષમાં 10 દિવસની તાલીમમાં ભાગ લીધો હતો. અને તેમાં સફળતા પૂર્વક A ગ્રેડ મેળવ્યો હતો.શિક્ષક માત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવા સીમિત ન રહેતા આજની નવી પેઢી સાથે તાલ મિલાવી શકે એટલો હર હંમેશ બીજી પ્રવૃત્તિમાં પણ અપડેટ હોવા જોઈએ કે જેમાંથી વિદ્યાર્થીઓને પણ પુસ્તકીયા જ્ઞાન સિવાય બીજી પ્રવૃત્તિમાં જોડાવા માટે પણ પ્રેરણા મળવી જોઈએ. આ વાત ને સાર્થક કરી પ્રોફેસર હર્ષદ એમ. મારવણીયા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બન્યા છે.

[wptube id="1252022"]
Back to top button