
તા.૨૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રોજગારી અને સ્વરોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવતી આઈ.ટી.આઈ – રાજકોટ ખાતે પ્રવેશસત્ર-૨૦૨૩ અંતર્ગત એડમિશન લેવા માટે પ્રથમ રાઉન્ડના ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૫/૦૬/૨૦૨૩ છે. પ્રવેશ માટે ઈચ્છુક ઉમેદવારે ઓનલાઈન એડમિશન પ્રક્રિયાની સમજણ તેમજ ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઈ.ટી.આઈ – રાજકોટ આજીડેમ પાસે,ભાવનગર રોડ પર સવારે ૦૯:૩૦ કલાક થી સાંજે ૦૫:૦૦ કલાક દરમ્યાન મુલાકાત લઈ શકશે. પ્રવેશ કામગીરી માટે શનિવાર અને રવિવારના જાહેર રજાના દિવસોમાં પણ અત્રેની સંસ્થા ચાલુ રહેશે, વધુ વિગત માટે www.itiadmission.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા-રાજકોટના આચાર્યની યાદીમાં જણાવવાયું છે.

[wptube id="1252022"]








