GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સહિત તાલુકા મા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી ને લઇ વિવિધ કાર્યક્રમો યોજાયા

તારીખ ૦૮/૦૯/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર અને તાલુકામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં કાલોલ તાલુકાના રામનાથ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો તેમજ ગરબા અને ભજન ગાઈ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરાઇ કાલોલ ના નવાપુરા ફળિયામાં મટકી ફોડ કાર્યક્રમ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ડીજે ના તાલે ઉજવ્યો હતો શ્રી ગોવર્ધન નાથજી ની હવેલી ખાતે વિવિઘ દર્શન નો લાભ વૈષ્ણવો એ લીધો હતો જેમાં રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા બીજા દિવસે નંદ મહોત્સવ અંતર્ગત પલના ના દર્શન યોજાયા હતા.

[wptube id="1252022"]









