
તા.૩/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
મહિલાઓની સુરક્ષા ક્ષેત્રે કાર્યરત ૧૮૧ હેલ્પલાઇને ભુલી પડેલી બાળાને તેણીના પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડી હતી.

લીમડીથી ધ્રોલ જતી બસમાંથી છ વર્ષની બાળકી તેના પરિવારજનોથી વિખુટી પડીને રાજકોટ બસ સ્ટેન્ડમાં ઉતરી ગઇ હતી. એક જાગૃત નાગરિકે અભયમની ટીમનો સંપર્ક કરતાં ટીમના કાઉન્સેલરશ્રી વૈશાલીબેન, કોન્સ્ટેબલશ્રી પૂનમબેન અને ડ્રાઈવરશ્રી સન્નીભાઈ ઘટના સ્થળે પહોંચી ગભરાયેલી બાળાનું ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું, અને બસના કંડકટરનો સંપર્ક સાધી બાળકીને સુરક્ષિત તેના પિતાને સોંપી ત્યારે બાળકીના પિતાએ ભાવુક થઈને ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
[wptube id="1252022"]








