KALOL(Panchamahal)PANCHMAHAL

શહીદ દિન નિમિત્તે સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું.

તારીખ ૩૦ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરીના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ વાગે બે મિનિટ મૌન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક પરિવાર દ્વારા સૌ પોત પોતાની જગ્યાએ શાંત ઉભા રહી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું.શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો આ અવસર ગંભીરતાથી લેવાય અને શહીદો પ્રત્યે શ્રધ્ધા – સન્માનની ભાવના પણ જાગૃત થાય તેથી શહીદ દિને શહીદો પ્રત્યે દરેક વર્ગના લોકો સક્રિય સાથ સહકાર આપે તે માટે શહીદ દિનનું મહત્વ સમજાય અને યોગ્ય રીતે શહીદ દિન મનાવાય તે માટે શાળા માં દેશની સ્વતંત્રતા અંગેના વકતવ્ય,સર્વ ધર્મ પ્રાર્થના અને અને રામ ધુન આયોજન કરવામાં આવ્યું જેથી દેશને અનેક સંધર્ષ બાદ મળેલ સ્વતંત્રતાનું મહત્વ સમજાય તથા રાષ્ટ્રિય એકતાની ભાવના લોકોમાં ઉભી થાય.

 

 

[wptube id="1252022"]
Back to top button