MORBI

મોરબી દ્વારા “મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિતે ઉજવાયો “નેશનલ સ્પોર્ટસ ડે”

મોરબી દ્વારા “મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિતે ઉજવાયો “નેશનલ સ્પોર્ટસ ડે”

આજે ૨૯-૦૮-૨૦૨૩ એટલે નેશનલ સ્પોર્ટસ ડે. આ દિવસને મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ ના દિવસે ઉજવવામાં આવે છે. જે અન્વયે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી મોરબી દ્વારા મેજર ધ્યાનચંદજીના જન્મ જંયતી નિમીતે નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી શ્રી નવજીવન વિધાલય ડી.એલ.એસ.એસ. અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ (DLSS) ખાતે કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજયકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ સારૂ પ્રદર્શન કરેલ ખેલાડીઓને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આગામી ૩૧-૦૮-૨૦૨૩ ના રોજ લેબનન ખાતે એશિયાઈ રમતમાં ભાગ લેનાર ખેલાડીઓનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રવિકુમાર ચૌહાણ, જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખશ્રી ડી.જી.ચુડાસમા, શાળાના ટ્રસ્ટીશ્રી ડી.બી.પાડલિયા, હાર્દિકભાઈ પાડલિયા, બ્રિજેશભાઈ ઝાલરીયા, તેમજ વિવિધ રમતના કોચશ્રી, ટ્રેનરશ્રી અને વ્યાયામ શિક્ષકશ્રી અને બહોળી સંખ્યામાં ખેલાડીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button