BHARUCHGUJARATNETRANG

નેત્રંગ : થવા ખાતે આવેલ એકલવ્ય વિધાલય થવામાં શિક્ષક દિનની ઉજવણી

નેત્રંગ : થવા ખાતે આવેલ એકલવ્ય વિધાલય થવામાં શિક્ષક દિનની ઉજવણ

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૫/૦૯/૨૦૨૩

 

તા.૫ સપ્ટેમ્બર એટલે ડૉ સર્વપલ્લી રાધકૃષ્ણનનો જન્મદિન જેને સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવામાં આજે શિક્ષક સમર્પિત શિક્ષક દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. સમાજ સ્ત્રી સશક્તિકરણ તરફ જઇ રહ્યો છે. ત્યારે સૌથી વધુ ૭૮ વિદ્યાર્થીનીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું. શાળાના માર્ગદર્શન હેઠળ સમગ્ર અયોજન થયું. સુમિત વસાવા અને વૈશાલી ચૌધરી એ આચાર્ય અને ઉપાચાર્યા તરીકે ફરજ બજાવી અન્ય વિદ્યાર્થીઓ સમક્ષ શ્રેષ્ઠ ઉદારહણ બન્યું. શાળા પરિવારે સમગ્રને શુભેચ્છા પાઠવી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button