GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-બાસ્કા ગામે એસટી બસનૂ સ્ટોપેજ હોવા છતા ગામમા બસ આવતી નથી!ગ્રામજનોની એસ ટી વિભાગની રજૂઆત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨.૧.૨૦૨૪

હાલોલ તાલુકાના બાસ્કા ગામે એસ.ટી બસ નું સ્ટોપેજ હોવા છતાં એસ.ટી બસ ગામમાં ન આવતી હોવાને લઈ બાસ્કા ગામ ના સરપંચ સહીત ગામ લોકોએ આજે હાલોલ એસ.ટી ડેપો મેનેજરને એક લેખિત અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી.બાસ્કા ગામ ના સરપંચ સહીત ગામ લોકોએ હાલોલ એસ.ટી ડેપો મેનેજરને આપેલ લેખિત અરજી માં જણાવ્યું હતું કે હાલોલ તાલુકાના બાસ્કા ગામે એસ.ટી બસ નું સ્ટોપેજ હોવા છતાં એસ.ટી બસ ગામમાં પ્રવેશ કરતી નથી જેને લઇ સ્કૂલ, કોલેજ ભણવા જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી કરવા જતા નોકરીયાત વર્ગ ને ભારે હાલાકી ભોગવવી પડે છે.આ ઉપરાંત બાસ્કા નજીક નારાયણધામ તાજપુરા આવેલ છે.જેથી લોકો ની અવરજવર વધારે હોય છે. નારાયણધામ તાજપુરા ખાતે પૂજ્ય નારાયણ બાપુના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. અને તાજપુરા ખાતે આંખોના ઓપરેશન તેમજ આંખના ઈલાજ માટે આવતા દર્દીઓને ભારે આપદા પડે છે.જેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.જેથી આ ગ્રામજનો દ્વારા આ લેખિત આપવામાં આવે છે.જેને ધ્યાને રાખી યોગ્ય પગલાં લેવા આશા વ્યક્ત કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button