MORBIMORBI CITY / TALUKO

મોરબીની કેરાળા શાળાનો PSE પરીક્ષામાં ડંકો : ૧૦૦% વિદ્યાર્થીઓ ઉતીર્ણ

મોરબી તાલુકાની કેરાળા(હ.) પ્રા. શાળા વર્ષો વર્ષ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પરીક્ષા, NMMS, PSE જેવી પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ આપવામાં અગ્રેસર હોય છે. ત્યારે આ વર્ષ ૨૦૨૨/૨૩માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE સ્કોલરશીપ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ થતા શ્રી કેરાળા(હ.) પ્રા. શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે. ધોરણ 6 ના વર્ગશિક્ષક અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક ભરતભાઈ બોપલીયા, ગણિત-વિજ્ઞાનના શિક્ષક અંકિતભાઈ જોષી, ભાષા શિક્ષક વિષ્ણુભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણ સાથે ઉતીર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

 

શાળાના પ્રિન્સીપાલ કિશોરભાઈ ફેફર તેમજ સીનીયર શિક્ષક મધુબેન સરડવાએ પણ વિદ્યાર્થીઓને ગુલાબ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ જીવનમાં ખુબ આગળ વધે તેમજ સફળતાના શિખરો સર કરે શાળા પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

ઉત્તમ ગુણ સાથે પાસ થઇ ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓ
. ઝાલા પુષ્પરાજસિંહ ઇન્દ્રજીતસિંહ . ઝાલા કિર્તીરાજસિંહ નરેન્દ્રસિંહ . ઝાલા ધર્મરાજસિંહ જીતેન્દ્રસિંહ ૪. ઝાલા ધર્મિષ્ઠાબા જીતેન્દ્રસિંહ
. ગોસ્વામી અક્ષી શિતલગીરી

[wptube id="1252022"]
Back to top button