GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વાંકાનેર ને.હાઇવે ઉપર હિટ એન્ડ રનના કેસમાં બાઈક હડફેટે એકટીવા લેતા યુવકનું મોત

MORBI:મોરબી વાંકાનેર ને.હાઇવે ઉપર હિટ એન્ડ રનના કેસમાં બાઈક હડફેટે એકટીવા લેતા યુવકનું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હી એન્ડ રનની ઘટના દામે આવી છે જેમાં બાઈકે એકટીવાને હડફેટે લેતા એકટીવા ચાલ યુવકનું માથામાં ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજયુ હતું. અકસ્માત સર્જી અજાણ્યો મો.સાયકલ ચાલક પોતાનું મો.સાયકલ લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. સમગ્ર અકસ્માત મામલે મરણ જનારના કુટુંબી કાકા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા મો.સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર મોરબી વાંકાનેર ને.હાઈવેના સર્વિસ રોડ ઉપર સોનેક્ષ સીરામીકની કેન્ટીંગ સામે એક અજાણ્યા બાઈક ચાલકે પોતાનું બાઈક પુરપાટ ગતિએ અને ગફલતભરી રીતે ચલાવી એક એકટીવા રજી. જીજે-૩૬-સી-૧૫૯૨ ને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં એકટીવા સવાર યુવકને માથા બજાગે ગંભીર ઈજાઓ પહોંચતા એકટીવા ચાલક યુવાનનું ઘટના સ્થળે મુર્ત્યું નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો બાઈક ચાલક પોતાના હવાલા વાળું બાઈક લઈને અકસ્માત સ્થળેથી નાસી ગયો હતો. આ અકસ્માતના બનાવ અંગે મૃતક એકટીવા ચાલકના કુટુંબી કાકા રમણીકભાઇ નાગજીભાઇ અંદોદરીયા ઉવ.૫૬ ધંધો-મજુરી રહે-લાલપર ગામ વિશાલ દિપ સોસાયટી તા-જી-મોરબી દ્વારા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]
Back to top button