NATIONAL

ઈમાનદારી માટે સન્માનિત કરવામાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ જડપાયા

ગુજરાત સહિત દેશભરમાં પોલીસખાતા અને રેવેન્યુખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે હરિયાણામાં ભિવાની અને હિસાર વિજિલન્સની સંયુક્ત ટીમે મહિલા સબ-ઇન્સ્પેક્ટરને રૂપિયા 5000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતો. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, મહિલા સબ-ઇન્સ્પેક્ટર મુન્ની દેવીને ગણતંત્ર દિવસ પર શ્રેષ્ઠ કામ અને ઈમાનદારી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
હરિયાણાના બવાનાખેડીમાં પોલીસ મથકમાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુન્ની દેવી ફરજ બજાવી રહ્યા છે. આ પોલીસ મથકમાં એક એક મહિલાનો કેસ ચાલી રહ્યો હતો જેમાં મહિલા એસઆઈએ વસૂલાતના બદલામાં તપાસ અધિકારી અને સબ ઈન્સ્પેક્ટર મુન્ની દેવીએ 5000 રૂપિયાની માંગણી કરી હતી જે બાદ ફરિયાદી મહિલાએ આ અંગે હિસાર વિજિલન્સ ટીમને ફરિયાદ કરી હતી. ત્યારબાદ વિજિલન્સ ટીમ છટકું ગોઠવીને મહિલા સબ ઇન્સ્પેક્ટર (SI) મુન્ની દેવીને પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવી હતી. જણાવી દઈએ કે મુન્ની દેવીને ગણતંત્ર દિવસ પર તેમના સારા કામ અને ઈમાનદારી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button