BANASKANTHAPALANPUR

થરા કોલેજ અને મામલતદાર કચેરી કાંકરેજના સંયુક્ત ઉપક્રમે ‘ઉત્કર્ષ પહેલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

11 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકા કેળવણી મંડળ-થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાબુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા અને મામલતદાર કચેરી કાંકરેજના સંયુક્ત ઉપક્રમે ‘ઉત્કર્ષ પહેલ’અન્વયે તા.૦૫/૦૪/૨૩ થી તા.૨૫/૦૪/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર- કાંકરેજ અને થરા કોલેજના પ્રિ.ડૉ.ડી.એસ. ચારણના પ્રેરક માર્ગદર્શન હેઠળ *ઉત્કર્ષ પહેલ* કાંકરેજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકાની ગંગા સ્વરૂપા બહેનો,વૃધ્ધો અને નિરાધાર વૃધ્ધોને લગતી સરકાર શ્રીની ચાર યોજનાઓમાં ૧૦૦% સિધ્ધી હાંસલ કરવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરા કોલેજના એન.એસ.એસ યુનિટના 20 સ્વયંસેવકોએ કાંકરેજ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં ઉત્કર્ષ પહેલની યોજનાઓ સંદર્ભે પ્રસાર અને પ્રચાર કરશે તે સંદર્ભે વિગતપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ યોજનાઓનો લાભ લાભાર્થીને મળી રહે તેનું સર્વે કરીને યોગ્ય કામગીરી થાય એ હેતુસર વિગતપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર પ્રા.મહેશકુમાર બી. પરમારે મોટી જહેમત ઉપાડીને ઉત્કર્ષ પહેલ કાર્યક્રમ સફળ બને તેવા હેતુથી પ્રયત્નો કર્યા હતા.આ અંગે યશપાલસિંહ ટી. વાઘેલાએ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button