RAJKOTRAJKOT CITY / TALUKO
ટૂંકા વસ્ત્ર પહેરી વાલીઓ સ્કૂલમાં નહીં જઈ શકે : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

રાજકોટમાં આજ રોજ શાળા સંચાલકોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજકોટમાં હવેથી કોઇપણ શાળામાં કોઇ પણ વાલી ટૂંકા કપડાં, બરમૂડા કે નાઇટ ડ્રેસ જેવા પોશાક પહેરીને પ્રવેશ નહીં કરી શકે છે. શાળા સંચાલકોએ આ નિર્ણય લેતા કહ્યું કે શહેરમાં શાળાઓ એ મંદિર છે અને મંદિરમાં શિસ્ત પાળવું પડશે.
શાળા એક મંદિર છે જ્યાં નાઈટ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય:સંચાલકો
- ટૂંકા વસ્ત્ર પહેરી વાલીઓ સ્કૂલમાં નહીં જઈ શકે
- રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળએ બનાવ્યા નિયમો
- શાળા એક મંદિર છે જ્યાં નાઈટ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય:સંચાલકો
- બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે જ કેમ્પસમાં આવવા પર વાલીઓને તાકીદ
- શહેરની તમામ શાળાઓ માટે આ નિયમ લાગુ કરાશે
- શિસ્ત ભંગ કરતા કપડાં પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે
બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકૉડ સાથે જ શાળાના કેમ્પસમાં આવવા પર વાલીઓને શાળા સંચાલકો તરફથી તાકીદ કરાઇ છે. ખાસ વાત છે કે, આ નિયમ શહેરની તમામ શાળાઓ માટે નિયમ લાગુ કરાશે. જો કોઇપણ વાલી શિસ્તભંગ કરતાં કપડાં પહેરીને શાળાના કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. બાળકોમાં સારા સંસ્કાર અને મર્યાદા જળવાઇ રહે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો આ મહત્વનો નિર્ણય છે.

[wptube id="1252022"]








