
મોટી-મોટી વાતોની બણગા ફૂંકતી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સર્વ શિક્ષણ અભિયાનની સુફિયાણી વાતો કરી રહી છે. જેમા સમગ્ર ગુજરાતનું શિક્ષણ દેશનું મોડલ છે તેવી વાતો અવારનવાર સાંભળવા મળી રહી છે.
વાત એમ છે કે, ડીસા તાલુકાના વિરુવાડા ગામની ધોરણ 1 થી 5 સુધીના ધોરણમાં 50 બાળકોને ઘણાં સમયથી એક જ શિક્ષકના શિરે થોભી શિક્ષણ કાર્ય ચલાવામાં આવી રહ્યું છે. વિરુવાડા ગામની પ્રા.શાળામાં બાળકો અભ્યાસ માટે તો આવે છે, પરંતુ શાળામાં પુરતા ગુરુજીો ના હોય બાળકો શિક્ષણના હક્કથી વંચિત રહેવા પામ્યા છે શાળામાં શિક્ષકોની ઘટ પુરાઈ નથી જેને લઈ શાળામાં સંસ્કારનું સિંચન કરવા આવતા બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. શાળામાં પુરતા શિક્ષકોની નિમણુંક કરવા માટે પૂર્વ સરપંચ અલ્પેશ ઠાકોર અને ગામ લોકો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. પરંતુ શિક્ષણ તંત્ર શિક્ષકોની ઘટ પુરવા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ ગામ લોકોમાં શિક્ષણ તંત્ર સામે રોષની લાગણી છવાઈ છે. સરકાર દ્વારા એક બાજુ બેટી પઢાઓ બેટી બચાવોની ગુલબાંગો પોકારવામાં આવે છે અને કન્યા કેળવણી તેમજ શિક્ષણની પાછળ લાખો કરોડોનો ખર્ચ કરાય છે જ્યારે બીજી બાજુ શાળાઓમાં શિક્ષકોની ઘટને નજર અંદાજ કરવામાં આવે છે. જેને લઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ થી રહ્યો છે. જેની વિરુવાડા પ્રાથમિક શાળામાં જોવા મળે છે.
ભરત ઠાકોર ભીલડી