સુપ્રસિદ્ધ અજમલગઢ ડુંગર ઉપર નાગેશ્વર જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1998 થી
મહાશિવરાત્રી પર્વ મેળાનું આયોજન કરવામા આવ્યું
………
જીવ થી શિવ સુધી પહોંચવાનું પર્વ એટલે મહાશિવરાત્રી:અજમલગઢ ડુંગર પર મંદિરોમાં જામી ભાવિક ભક્તોની ભીડ.
હિંદુ સંસ્કૃતિ અને આદિ કાળથી હિંદુ સનાતન ધર્મમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે પરંતું શિવરાત્રી પર્વનો મહિમા એટલે સ્વર્ગનું સુખ અર્પણ કરનારું વ્રત છે. આત્માને ઓળખવા લોકો સાધના કરતાં હોય છે. મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરમાં લોકો ભાવિક ભક્તો ઉમટી પડે છે ત્યારે વાંસદા તાલુકાના ડુંગરોની હારમાળામાં આવેલ અજમલગઢ ડુંગર ઉપર ત્યાંના નાગેશ્વર જન સેવા ટ્રસ્ટના આયોજકો દ્વારા દરવર્ષે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં ડુંગરની ઉપર તળેટીમાં યોગેશ્વર મહાદેવ મંદિર, અને રામ પ્યારે હનુમાનજીમંદિરમાં પૂજા અર્ચનાનો લાભ લેવા 30 થી 35 હજાર ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતાં.જુના પુરાણોમાં પારસી સમાજનો ઇતિહાસ આતશનું બાંધકામ થયેલ છે. શિવાજી મહારાજનો કિલ્લાનો ઉલ્લેખ છે. તેના સ્ટેચ્યુનું પણ આયોજન થઇ રહ્યું છે.આ સાથે અજમલગઢના વિકાસ માટે પરિસરીય પ્રવાસ વિકાસ મંડળી ઘોડમાળની સ્થાપના થયેલ છે અને સરકાર સાથે MOU થયેલ છે. ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરીને ઉત્તર વન વિભાગ વલસાડ એ કલેટર શ્રીને પ્રવાસન ઇકોટુરીઝમના વિકાસ માટે દરખાસ્ત કરેલ છે તેવું ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા જણાવ્યું હતું. આ શિવરાત્રી મેળાનું આયોજનમાં ઘોડમાળ અને કાવડેજ ગામનાએ સંપૂર્ણ સહકાર અને સેવા પૂરી પાડી હતી.








