ગાંધીનગર ખાતે અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે ડૉ સુનીલ કુમાર રીજિયોનલ ડાયરેક્ટર કેન્દ્રિય નિદેશાલય ક્ષેત્રીય કેન્દ્ર આગ્રા અમદાવાદ ઇની અધ્યક્ષતા હેઠળ સન્માન કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં કુમારી હેનવી દ્વારા સુંદર ગણેશ વંદના સાથે કાર્યક્રમ ની શરૂઆત સાહિત્યકાર અને શિક્ષિકા નિકિતા ચૌધરી ના ખૂબ સુંદર સંચાલન હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડૉ સુનીલ કુમાર મુખ્ય અતિથિ નું સન્માન સંત શ્રી શિવ રામ દાસ બાપુ ના ત્થા રાષ્ટ્રીય અધ્યક્ષ અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ સંસ્થા દ્વારા શાલ ઓઢાડી પુસ્તક અને ભારત માતા ની સુંદર પ્રતિમા અર્પિત કરી કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત ના પ્રમુખ શ્રી, સામાજિક કાર્યકર અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર, રાજ્ય પ્રભારી અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ સંસ્થા ત્થા ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત ના પ્રમુખ અને વિશિષ્ટ અતિથિ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ નું સન્માન શાલ ભારત માતા ની પ્રતિમા ડોક્ટર ની માનદ પદવી ડૉ સુનીલ કુમાર રીજિયોનલ ડાયરેકટર અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રવીણ સિંહ સિંધા ના હસ્તે અર્પિત કરી સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે અજીત સિંહ ગોહિલ વડોદરા સ્ટેટ સારોદ છોટે ઠાકુર સાહેબ, શ્રી ગણપત સિંહ એચ સિંધા લેખક અને રાષ્ટ્રીય સલાહકાર સિંધા ગોહિલ રાજપૂત સમાજ, શ્રી કંચન રોય સાહેબ ગુજરાત પ્રદેશ મંત્રી બીજેપી કિસાન મોરચા, મહા મંત્રી શ્રી અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ સંસ્થા,પ્રાયોશા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી લક્ષ્મી જોશી અને ટ્વિનકલ પટેલ સામાજિક કાર્યકર ત્થા મહંત શ્રી શિવ રામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સૌ અતિથિ ઓનું સન્માન તેઓ તરફ થી શાલ ઓઢાડી સૌ ને આશીર્વાદ આપ્યા હતાં
આ કાર્યક્રમમાં ડૉ સુનીલ કુમાર રીજિયોનલ ડાયરેક્ટર ભારત સરકાર દ્વારા ડૉ ગુલાબ ચંદ પટેલ ત્થા કંચન રોય સાથે પંદર જેટલા લોકો ને માનદ ડોક્ટરેટ ડિગ્રી થી નવાજવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં સાહિત્યકાર શિક્ષિકા નિકિતા ચૌધરી તથા સુંદર કથક નૃત્ય કરી ગણેશ વંદના કરનાર કુમારી હેતવી ધર્મેશ ભાઈ પટેલ નું શાલ ઓઢાડી અને ભારત માતા ની સુંદર પ્રતિમા આપી સન્માન મહંત શ્રી શિવ રામ દાસ બાપુ અને ડાયરેક્ટર ડૉ સુનિલ કુમાર દ્વારા કરવામા આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી કાંતિ ભાઈ પટેલ એડવોકેટ દ્વારા શાલ ઓઢાડી શ્રી પ્રવીણ સિંહ સિંધા રાષ્ટ્રીય અધ્યક્ષ નું સન્માન કરવામાં આવ્યું હતું અને સંત શ્રી શિવ રામ બાપુ દ્વારા પણ પુસ્તક આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં સાહિત્યકાર અને સામાજિક કાર્યકર શ્રી ઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અંત માં આભાર દર્શન શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ રાજ્ય પ્રભારી અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.






