
ટંકારામાં મન કી બાત કાર્યક્રમ વિશાળ સંખ્યામાં લોકોએ નિહાળીયો હતો.

હર્ષદરાય કંસારા: ટંકારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 100 માં મન કી બાત કાર્યક્રમનો ટંકારા તાલુકામાં ઓનલાઇન શોમાં 100માં મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકા માં પણ મન કી બાત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં ટંકારા તાલુકામા 60 બુથો ઉપર મન કી બાત કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરાયેલ. શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ખાતે પ્રસારણ કરાયેલ.
ટંકારા તાલુકાના જુદા જુદા બુથો ઉપર ભાજપના પદાધિકારીઓ કાર્યકરો અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેલ. કિરીટભાઈ અંદરપા, સંજયભાઈ ભાગીયા, ભવાનભાઈ ભાગીયા, રૂપસિંહ ઝાલા પ્રભુલાલ કામરીયા અરવિંદભાઈ દુબરીયા ગણેશભાઈ નમેરા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહેલ.

શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ખાતે સવારે 11:00 કલાકે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાના આગેવાનો કાર્યકરો પદાધિકારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી મન કી બાત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 100માં મન કી બાત કાર્યક્રમમાં ભાગ લીધેલ









