ઝાલોદ વણકતળાઈ મંદિર પાસે આવેલ ગાર્ડનમાં ખાણી-પીણી તેમજ સીગરેટના ખાલી બોક્સ અને પાઉચ અને દારૂની ખાલી બોટલની વચ્ચે ઝાડી ઝાખરાઓનું સામ્રાજ્ય

તા.૧૪.૦૫.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ વણકતળાઈ મંદિર પાસે આવેલ ગાર્ડનમાં ખાણી-પીણી તેમજ સીગરેટના ખાલી બોક્સ અને પાઉચ અને દારૂની ખાલી બોટલની વચ્ચે ઝાડી ઝાખરાઓનું સામ્રાજ્ય
બેસવાની બેન્ચ તૂટેલી તેમજ ગાર્ડનમાં લાઇટ પણ નથી
ઝાલોદ નગરમાં વણકતળાઈ મંદીર પાસે બે ગાર્ડન આવેલા છે એક ગાર્ડનની સ્થિતિ સારી છે જ્યારે તેની પાસે આવેલ બીજા ગાર્ડનની સ્થિતિ દયનીય છે જે તે સમયે આ ગાર્ડનમાં ચારે બાજુ બાકડા તેમજ લાઇટિંગ મૂકી અહીં સુદ્ધ હવા તેમજ શાંત વાતાવરણની વચ્ચે બેસવા માટે સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. પણ હાલના સમયમાં નગરપાલિકા દ્વારા સારસંભાળના અભાવે આ ગાર્ડનની દયનીય હાલત છે.
આ ગાર્ડનમાં સહુ પ્રથમ બહાર દરવાજા પર જ એટલી ગંદકી જોવાય છે કે કોઈ અંદર ન જાય તેમજ ગંદકીના લીધે દરવાજો પણ આખો ખુલતો નથી. ગાર્ડનની અંદર જતા ડાબી બાજુ જંગલી ઝાડ ઉગી ગયેલ જોવા મળેલ છે તેમજ જમણી બાજુના હિસ્સામાં ઝાડ બાળી નાખવામાં આવેલ છે તેવું જોવાય છે. ગાર્ડનની અંદર બાંકડાઓ તૂટેલા જોવા મળેલ છે તેમજ ગાર્ડનની શોભા વધારવા મુકેલ લાઇટના થાંભલા પર બલ્બ પણ જોવા નથી મળતા તેમજ અમુક છે તો બંધ હાલતમાં જોવા મળી રહેલ છે.
ગાર્ડનની અંદર ચારે બાજુ ખાણી-પીણી ,સિગારેટના ખાલી પાઉચનો ઢગળો જોવા મળે છે તેમજ દારૂની ખાલી બોટલો પણ જોવા મળે છે. અજાણ્યા શખ્સો આ ગાર્ડનમાં ખાણી પીણી તેમજ દારુ પાર્ટી અહીંયાં કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ ગાર્ડનને અજાણ્યા શખ્સો દ્વારા મોજશોખ માટેનું ગાર્ડન બનાવી દીધું હોય તેવું જોવાઈ રહેલ છે. આ ગાર્ડનને બનાવ્યા બાદ કોઈ પણ જાતની સારસંભાળ રાખવામાં આવી હોય તેવું જોવા મળતું નથી. નગરપાલિકા દ્વારા વિકાસના કામ તરીકે નગર માટે સારા ઉદ્દેશ સાથે ગાર્ડન તો બનાવવામાં આવેલ છે પણ તેમાં કોઈ પણ જાતની તકેદારી રાખી જાળવણી રાખવામાં આવેલ હોય તેવું જોવા મળતુ નથી.
નગરપાલિકા દ્વારા બનાવેલ આ ગાર્ડનને સાફ સફાઈ કરાવી ફરી ચાલુ કરવામાં આવે તેવું લોક મુખે સાંભળવા મળે છે જો સાફ સફાઈ તેમજ સારસંભાળ રાખવામાં નહીં આવે તો અજાણ્યા અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો હાલ આ ગાર્ડનનો દુરુપયોગ કરી રહ્યા છે તે હજુ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તેમજ પોલિસ તંત્ર પણ પેટ્રોલીંગ દરમ્યાન આ વિસ્તાર પર વિશેષ ધ્યાન આપે તેવી લોકમાંગ ઉઠવા પામી છે