
30 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, શ્રી સંસ્કાર મંડળ, ડીસા સંચાલિત દોશી ના. જે. આદર્શ હાઈસ્કૂલ અને શ્રી ઓ. માં. અગ્રવાલ આદર્શ ઉ. મા. સ્કૂલ, ડીસાના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની રમત-ગમત સમિતિ દ્વારા આજ તા-29/08/2023 ને મંગળવારના રોજ પદ્મ વિભૂષણમેજર ધ્યાનચંદજીની જન્મજયંતીની સ્મૃતિ અને રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ અંતર્ગત ‘ખેલોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રધાનાચાર્ય ચિરાગભાઈ પંચાલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને અલ્પાહારના દાતા તથા પૂર્વ વિદ્યાર્થી અને પાર્વતી ટ્રેડર્સ, ડીસા તેમજ ઈસ્માનીકૃપા કોલ્ડ સ્ટોરેજ,ડીસાના માલિક ભરતભાઈ ભોમાજી માળી અને તેમની સાથે જલારામ લેબોરેટરી, ડીસાના માલિક હરેશભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના વાલીમંડળમાંથી પ્રમુખ આશીષભાઈ જોશી અને મંત્રી વિકાસભાઈ માળી તેમજ શાળાના માધ્યમિક વિભાગના વ્યાયામ શિક્ષક ઈશ્વરભાઈ રાવળ એ પ્રેરક ઉપસ્થિતિ આપી હતી. ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક, પુસ્તક અને પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થિની મમતા જોશી દ્વારા ધ્યાનચંદજીના પ્રેરક પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા હતા. ભારતની ઓલમ્પિકમાં સંઘર્ષગાથા અને સફળતાઓનો ચિતાર વિપુલભાઈ સુંદેશા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. મેજર ધ્યાનચંદજીનું જીવનકવન તેમજ કાર્યક્રમની રૂપરેખા રમતગમત સમિતિના કન્વીનર, ઉ. મા. વિભાગના વ્યાયામ શિક્ષક અને સુપરવાઈઝર હરેશભાઈ પવાયા દ્વારા રજૂ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન અને દાતાશ્રી ભરતભાઈએ વિદ્યાર્થીઓને કોઈને ન હરાવીને જીતવાનો મંત્ર આપી રમતોત્સવ ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમના અંતે રમતગમત સમિતિના સભ્ય વિજયકુમાર પટેલે ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. રમતોત્સવમાં કબ્બડી, સર્કલ ખો-ખો અને રસ્સા ખેંચ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રમતોમાં 315 રમતવીરોએ ભાગ લીધો હતો. જલારામ લેબોરેટરી દ્વારા રમતોના વિજેતાઓના આજીવન તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ તેમજ તમામ સ્પર્ધકોના બ્લડગ્રુપ ચકાસણી મફત કરવાની હરેશભાઈ માળી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના તમામ શિક્ષકોએ રેફરી, સ્કોરર, મંચ સંચાલન, અલ્પાહાર આયોજન વગેરે જેવી જવાબદારીઓ સંભાળી હતી. પ્રધાનાચાર્યશ્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને રમતોત્સવના સફળ આયોજન માટે અભિનંદન આપવામાં આવ્યા હતા.



