GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબી દરબારગઢ ચોક શંઘવી શેરીમાં વાડામાં આગ લાગી

મોરબી 101ફાયર કંટ્રોલ રૂમ પર કોલ મળેલ કે દરબારગઢ ચોક શંઘવી શેરીમાં વાડામાં(ખંઢેર મકાન)લાકડા કચરામાં આગ લાગેલ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા પણ ત્યાં સાંકડી શેરી હોવાને કારણે મીની ફાયર ટેન્ડર પણ ત્યાં ના પહોંચી શકે તેવી હાલત હતી પછી ત્યાં આજુબાજુના લોકોની મદદથી બાજુના ઘરમાંથી પાણી ટાંકી અને નાની મોટર દ્વારા પાણીનો છટકાવ કરેલ અને પાણીની ડોલ વડે ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવેલ અને આજુબાજુના ઘરને નુકસાન થતું અટકાવેલ.

જાણવા મળેલ વિગત મુજબ ત્યાં વાડામાં(ખંઢેર મકાન) માં કુતરી અને તેના નાના ૦૪ બચ્ચા હોવાને કારણે ત્યાંનાં જાગૃત નાગરિક સાગરભાઈ એ ફાયર ફાઈટર ટીમ પોતે તે પહેલા રેસ્ક્યુ કરી બહાર કાઢેલ તેમાંથી ૦૧ બચ્ચું ત્યાં ડેથ (મુત્યું) પામિયું અને ૦૧ સહીસલામત સે અને ૦૨ બચ્ચાં દાઝીગયેલ તેને જયેશ ડાકી લીડિંગ ફાયરમેન કર્તવ્ય જીવદયા કેન્દ્રનો કોન્ટેક કરી ત્યાં ટીમને ટ્રાફિકના કારણે આવવામાં વાર લાગે એટલે જયેશ ડાકી લીડિંગ ફાયરમેન ફાયર બુલેટમાં લઈ જઈ નવાબસ સ્ટેન્ડ જીઆઇડીસી નાકાપર સામે મળેલ કર્તવ્ય જીવદયા ટીમની સાથે રહી બનતી ફર્સ્ટએડ સારવાર કરી કર્તવ્ય જીવદયા ટીમને સોપેલ.

મોરબીની જનતાને આહવાન કરવામાં આવે છે કે તમારી આજુબાજુમાં ખંઢેર મકાન અથવા ખરાબ વાડા કે કચરા હોય તેને સહી સલામત સફાઈ કરી કચરો લાકડા દૂર કરો એને કારણે આગના બનાવ ના બંને અને તેમાં રહેતા આવા મૂંગા જાનવર જીવ જોખમમાં ના મુકાય.

[wptube id="1252022"]
Back to top button