
રાજકોટમાં પોલીસ પ્રજાના રક્ષક તરીકે તહેવારો નિમિત્તે પ્રજા ચિંતક બની
“વાહન ચાલકોને ગળે મકરસંક્રાંતિ નિમિત્તે સેફટી બેલ્ટ કાર્યક્રમ જાહેર માર્ગ પર કર્યો”
(રિપોર્ટ ધવલ ત્રિવેદી મોરબી)

સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્ર ભરમાં પતંગ રસિયાઓ દ્વારા પતંગ ઉત્સવ અંતર્ગત માનવ જિંદગી પશુ પંખી ભોગ ન બને તેવી સાવચેતીના ભાગરૂપે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રજાના રક્ષક તરીકે પોલીસે ઓળખ પૂરી પાડી હોય તેમ મકરસંક્રાંતિ નિમિત્તે જાહેર માર્ગો પર વાહન ચાલકો અને રાહત દારીઓ માટે જનજાગૃતિ સાથે સાથે સેફટી બેલ્ટ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં રાજકોટના મુખ્ય માર્ગો પર પસાર થતા વાહન ચાલકો જોખમી દોરા પતંગનો ભોગ ના બને તેવા હેતુસર સમગ્ર રાજકોટમાં પોલીસ કમિશનરના માર્ગદર્શન સાથે પોલીસ ટીમ દ્વારા લોક જાગૃતિ સાથે લોકરક્ષક તરીકેની ઓળખ પુરી પાડી હોય તેમ સેફટી બેલ્ટ કાર્યક્રમ પોલીસ અને પ્રજા જાહેર માર્ગો પર તસવીરમાં દ્રશ્યમાન થાય છે








