MORBI:લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ત્રણ શાળામાં પીસ પોસ્ટર પ્રતિસ્પર્ધા યોજાઇ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ત્રણ શાળામાં પીસ પોસ્ટર પ્રતિસ્પર્ધા યોજાઈ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સ ઈન્ટરનેશનલ ના નિતી નિયમો મુજબ ધોરણ ૬ / ૭ અને ૮ ના વિધાર્થીઓની પ્રતિભા ખીલવવા માટે આપેલ વિષય વસ્તુ મુજબ ચિત્રો બનાવી લાયન્સ ઈન્ટરનેશનલ ના પીસ પોસ્ટર ના સહભાગી બનવાનો વિધાર્થીઓને
મોકો મળ્યો આ પ્રતિસ્પર્ધા માં ત્રણ શાળાના બાળકો એ હોંશભેર ભાગ લીધો આ શાળાઓમાં ૧) નીલકંઠ વિધાલયના ૨૫/- વિધાર્થીઓ ૨) ઓમ શાંતિ વિદ્યાલય શનાળા રોડ મોરબી ના ૪૦/- વિધાર્થીઓ અને ૩) ઉમાવિદ્યા સંકુલના ૨૦૦/- વિધાર્થીઓ હતા આ ત્રણેય પ્રોજેક્ટ માં પ્રોજેક્ટ ચેરમેનો લા મણિલાલ જે કાવર લા ગૌતમ ભાઈ કાલરીયા અને લા દિપકભાઈ દેત્રોજા નેજા હેઠળ અને સૌરાષ્ટ્ર કચ્છ ના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા રમેશભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં સેવામાં સહયોગી એવા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવનભાઈ સી ફુલતરિયા લા નાનજીભાઈ મોરડીયા લા.મનસુખભાઈ જાકાસણિયા અને લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ ના પ્રેસિડેન્ટ અને લા મારવાણિયા ભાઈ તેમજ ત્રણેય શાળાઓના આચાર્યો અને શિક્ષકો ની પણ પ્રેરક હાજરી હતી

ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ થી આનંદિત થયા અને આ પ્રોજેક્ટ માં જે વિધાર્થીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવશે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે ડિસ્ટિક લેવલે ભાગ લેવા મોકલવામાં આવશે તેમજ ઈન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ ભાગ લેનારા તમામ વિધાર્થીઓને આપવામાં આવશે તેમ સેક્રેટરી લા
ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી માં જણાવવામાં આવે છે








