GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફીસરની ઉપર હુમલો તથા ફરજ રુકાવટના કેશમાં શીવ શકિત રોડવેઝના માલીકોનો નીર્દોષ છુટકારો.

WANKANER:વાંકાનેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફીસરની ઉપર હુમલો તથા ફરજ રુકાવટના કેશમાં શીવ શકિત રોડવેઝના માલીકોનો નીર્દોષ છુટકારો.

વાંકાનેર તાલુકા પોલીસને તા ૧૫/૦૫/૨૦૧૯ ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી સર્કલ ઓફીસર તરીકે વાંકાનેર ખાતે ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયુકત ગ્રામ પંચાયત દવારા તા. ૩૦/૦૧/૨૦૧૯ની ફરીયાદ અનસંધાને સ્થળ તપાસ કરવા જતા માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી આરોપીઓ ગેરકાયદેસર ખનીજનું ખનન કરવામાં આવતુ હોય તે કામગીરી અટકાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જતા આ તમામ આરોપીઓએ એકસંપ થઈ સરકારી કર્મચારી પર હુમલો કરી લાકડી વતી માર મારી સરકારી ફરજમાં રુકાવટ કરી આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરવા બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ (૧) મુન્નાભાઈ જીવુભા ઝાલા(૨) બલભદ્રસીંહ જીવુભા ઝાલા (૩) ઘેલુભા જીવુભા ઝાલા નાઓની ધરપકડ કરી આરોપીઓ વીરુધ્ધ આઈ.પી.સી. ની કલમો મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ વાંકાનેરના જયુડી.મેજી. સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી શ્રી જીતેનભાઈ અગેચાણીયા રોકાયેલ.આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રી તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્નેપક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી જીતેનભાઈ અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેનડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button