તા.૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઇન્ટનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મીલેટ પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે નાણાંકીય સહાય આપવાની યોજના સરકારશ્રીએ અમલી કરી છે.
જે ખેડૂત આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેમણે http://ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી માટે ૮-અ, બેંક ખાતાની વિગત, આધારકાર્ડ સહિતના જરૂરી આધાર પુરાવા સાથે પોતે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટરનેટ સુવિધા કેન્દ્ર ખાતે અરજી કરી શકાશે.
વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક(વિ.)ની કચેરી, સરકારી પ્રેસની બાજુમાં શ્રોફ રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવો તેમ રાજકોટ નાયબ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








