MORBI મોરબી બિલ્ડરોની મનમાની પાણીના નિકાલ કે ફાયર સુવિધા નુ પૂછો તો મળશે થપાટ!

MORBI મોરબી બિલ્ડરોની મનમાની પાણીના નિકાલ કે ફાયર સુવિધા નુ પૂછો તો મળશે થપાટ!
ના પૂછનાર મોરબીમાં મોટાભાગે આજના ડિજિટલ ગુજરાતમાં પણ સમસ્યા મુક્ત થયા નથી તેમાં મોરબી નંબર વન પાણીના નિકાલના અભાવે લોકોના ઘરોમાં ઘુસે છે પાણી બિલ્ડર્સ લોબીની વધતી દાદાગીરીનો વધુ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે અને મોરબીમાં ફ્લેટમાં રહેતા યુવાને પોતાની ઇમારતમાં પાણીના નિકાલની અને ફાયરની સુવિધા અંગે બિલ્ડરને પૃચ્છા કરતાં બન્નેનો પિતો ગયો હતો અને યુવકને ધોકાવી નાખ્યો હતો, એટલું જ નહીં, પોતાને કોઈની બીક ન હોવાનું કહી લુખ્ખી ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

મોરબીના મહેન્દ્ર નગરની હદમાં આવેલા સિદ્ધિ વિનાયક સોસાયટીમાં આવેલા સિધ્ધિ પેલેસમાં રહેતા દીપ દીનેશભાઈ પટેલ નામના યુવાનના ફ્લેટમાં પાણી લીકેજ થતાં હોય તેમજ ફાયર સેફ્ટી બાબતમાં રજૂઆત કરવા સબબ અરવિંદભાઈ દેસાઈ અને અક્ષયભાઈ કાસુન્દ્રા ને મળવા ગયા હતા જ્યાં આ બન્ને વ્યક્તિ તેમજ અન્ય ચાર લોકો હાજર હતા. આ બાબતે તેને રજૂઆત કરતા અરવિંદ ભાઈ અને તેના ભાગીદારોએ યુવાનને અભદ્ર ગાળો ભાંડી હતી તેમજ ફડાકા ઝીંકી દઈ માર માર્યો હતો અને તેને કોઈની બીક ન હોવાનું જણાવી ધમકી આપી હતી. આ મુદ્દે યુવકે અગાઉ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે માત્ર અટકાયતી પગલાં લઈ આરોપીઓને છોડી મૂકતા યુવાને આ મુદ્દે એસપીને આવેદન પત્ર આપી આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધવા માગણી કરી હતી.








