
3 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રસાણાનાના પ્રાથમિક શાળામાં બાળકોની આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રસાણા મોટાના નર્સબેન શ્રી મનિષાબેન મોદી તથા આશાવર્કર બહેનો દ્વારા યોજવામાં આવ્યો. જેમાં બાલવાટિકા થી લઈ ધોરણ ૮ નાvતમામ બાળકોની ઊંચાઈ ,વજન બીપી કાનની બીમારી,ખોડખાંપણ, હૃદયના વાલની બીમારી,ખાંસી, ઉધરસ,તાવ ,હાથ પગના નખની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી.આ પ્રસંગે ધોરણ ૨ ના વર્ગ શિક્ષક તથા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારતોષિક વિજેતા તથા ઉત્સાહી અને ઇનોવેટીવ શિક્ષક શ્રી પ્રકાશભાઈ સોલંકીએ બાળકોને શા માટે વજન, ઉંચાઇ અને આરોગ્યની તપાસ કરાવી જોઈએ ? જીવનમાં તેનું શું મહત્વ છે? જેવી રીતે આપણે આપણા વાહન વ્યવહારના સાધનોની નિયમિત સર્વિસ કરાવીએ છીએ તેવી રીતે સમયાંતરે આપણા શરીરરૂપી યંત્રનીપણ ચકાસણી કરાવવી જોઈએ,જેથી આપણા સ્વાસ્થ્યની ખબર પડે તથા બીમારી વિશે અગાઉથી જાણી શકાય. તેમને બાળકોને લાઈનસર બેસાડી વ્યવસ્થિત સમજ આપી તથા આરોગ્ય કાર્યકરોને સંપૂર્ણ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિનોદભાઈ બાંડીવાલા..



