GUJARATMORBIWANKANER

મોરબી ના વાંકાનેર અપહરણ કેસના બધા આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ માથી નીર્દોષ છુટકારો.

મોરબી ના વાંકાનેર અપહરણ કેસના બધા આરોપીઓનો મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ માથી નીર્દોષ છુટકારો.

આ કામના ફરીયાદી આ કામના આરોપી નં.૧ના ચામુંડા ટ્રાન્સપોર્ટમાં પ્રાઈવેટ નોકરી કરતા હતા અને બાદમાં આ કામના ફરીયાદીએ પોતાની અલગથી ટ્રાન્સપોર્ટની ઓફીસ શરુ કરેલ હોય અને જુના ગ્રાહકો આ કામની ફરીયાદીની ઓફીસે જતા હોય જે આ કામના આરોપીઓને સાર નહી લાગતા એકસંપ કરી આ કામના ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આ કામના ફરીયાદીને મારી નાખવાના ઈરાદે બોલેરો પીક અપમાં બેસાડી અપહરણની કોશીશ કરી રાણેકપર ગામના બોર્ડ પાસે આ કામના ફરીયાદીને ઉતારી નાશી જતા ગુનો કરવા બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ (૧) નારણ કરમશીભાઈ રાઠોડ (૨) નીતીન નારણભાઈ રાઠોડ (૩) ચીરાગ નારણભાઈ રાઠોડ (૪) જીગ્નેશ રૈયાભાઈ ટોટાનાઓની ધરપકડ કરી આરોપીઓ વીરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, ૩૬૫, ૫૧૧ તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી શ્રી જીતેન ડી. અગેચાણીયા રોકાયેલ,

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ફરીયાદી પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વીવીધ ચુકાદાઓ રજુ કરી દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ વીરુધ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી જીતેન ડી. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપી તરકે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા રોકાયેલ હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button