કાલોલમાં ઇસ્લામ ધર્મના પહેલા ખલીફા હઝરત સૈયદના સિદ્દીકે અકબરની ઉર્સ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ

તારીખ ૧૭ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં હજરત સૈયદના સિદ્દીકે અકબરના ઉર્સની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં અમીરેમીલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલના તમામ આલીમો અને મદ્રેસાઓના નાના ભૂલકાઓ અને આગેવાનો જોડાયા હતા ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહંમદ પયગંબર સાહેબના પહેલા ખલીફા હઝરત સૈયદના સિદ્દીકીએ અકબર હતા તેઓની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી આ ઉર્સ નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાં જુલૂસ નીકળ્યું હતું અને જુલૂસ નુરાની ચોકથી પ્રસ્થાન કરીને વિવિધ મુસ્લીમ વિસ્તારોમાં ફરી પરત નુરાની ચોક ખાતે આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ હઝરત સૈયદ અમીરુલ મોમીનન સિદ્દીકે અકબરની શાનમાં વાયઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઇમામ મોલાના સિબતૈનરઝા અશરફી દ્વારા ઇસ્લામના પહેલાં ખલીફા હઝરત સૈયદ સિદ્દીકે અકબરની શાનમાં ચોટદાર બયાન કરી જલસામાં ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વાયઝ ના કાર્યક્રમનાં અંતે સલાતો સલામ અને દુવા કરવામાં આવી હતી અને ત્યાબાદ અમીરેમીલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા નિયાજ તકસિમ કરાઇ હતી.










