
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ કુમાર શાળાના ૨૨ અને કન્યા શાળાના ૧૫ મળી ૩૭ નાનકડા બાળકોનો શાળા પ્રવેશોત્સવ ગૃહ વિભાગના સચિવ રોનક મોદી પીઆઈ પટ્ટણીના હસ્તે થયો.શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો માટે સૌ પ્રથમ વાર એનિમિયા અને ઉમર આધારિત શારીરિક- માનસિક વિકાસનો ટેસ્ટ કરવામાં આવશે. જેના આધારે ખ્યાલ આવશે કે ઉંમર પ્રમાણે બાળકનો વિકાસ થાય છે કે નહીં. આ માટે બાળકોનો હિમોગ્લોબિન ટેસ્ટ પણ કરવામા આવશે. આ ટેસ્ટની એન્ટ્રી ટેકો પોર્ટલ પર કરવામાં આવશે.વાલીઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે અને તમામ બાળકોનું દર ત્રણ માસના અંતરાળ પછી તેમનું ફરી પરિક્ષણ કરવામાં આવશે. ટેસ્ટના પરિણામના આધારે બાળકોને જરૂરી આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવશે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડૉ. કૌશલ પટેલ-સીએચો, મનીષાબેન ભોયા વિજયભાઈ, કરિશ્મા અને રાધા સાથે તાલુકા હેલ્થ ઓફિસના ડૉ. પ્રિતેશ પટેલ જોડાયા હતા.
ડૉ. પ્રિતેશ પટેલે ખેરગામ રતનબાઇ કન્યાશાળાની ધો. છ ની વિદ્યાર્થીની ક્રિષાની સુનિલ પટેલ કે જેને હૃદયમાં ભારે તકલીફ હતી જેની આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તા. ૧૫/૨ એ વિના મૂલ્યે સફળ શસ્ત્રક્રિયા કરી સારવાર કરવામાં આવતા આજે તેણી સ્વસ્થ થઈ હરે ફરે છે, સાતમા ધોરણમાં ભણવા આવે છે. આ માહિતી સાંભળી ઉપસ્થિત સચિવ રોનક મોદી સાથે સર્વે મહાનુભાવોએ તાળીઓથી તેને વધાવી હતી.