
MORBI મોરબી ના લાલપર ગામે મહિલાએ બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું
મોરબી તાલુકાના લાલપર ગામે બીમારીથી કંટાળી પરિણીતાએ પોતાના હાથ અને ગળામાં કાપા માર્યા બાદ પરિણીતાએ અગાસી પરથી ઝંપલાવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવી હોય જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લાલપર ગામે પોતાના પતિ સંજયભાઇ પરમાર સાથે રહેતી ૩૦ વર્ષીય મિત્તલબેન પરમાર નામની પરિણીતાએ તા.૦૩ ના રોજ સાડા ચાર પાંચ વાગ્યાના અરસામા પોતાના ઘરે બિમારી થી કંટાળીને પોતાની જાતે બંન્ને હાથ તથા ગળામા કાપા મારીને ઇજાઓ પહોચાડી હતી. જે બાદ પોતાના ઘરની અગાસી પરથી પડતું મુકતા મિત્તલબેનને બંન્ને પગમા ઇજાઓ પહોંચી હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ અંગેની જાણ મિતલબેનના પરિવારને થતા પ્રથમ તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તા.૦૪ના રોજ મિતલબેનનું મોત નીપજ્યું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે