GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

MORBI મોરબી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમે મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક પાણીની ટાંકી પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારના ત્રણ શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પાણીની ટાંકી પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા શાહનવાઝ અબુબકરભાઇ ચાનીયા ઉવ.૩૩, ઇસ્માઇલભાઇ નુરમામદભાઇ ચાનીયા ઉવ.૩૯, યાસીન અબુબકર ચાનીયા ઉવ.૨૯ રહે.ત્રણેય કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ નર્મદા હોલ પાસેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે પોલીસે જુગારના પત્તામાંથી રોકડા રૂ. ૩,૭૦૦/-સાથે ત્રણેયની અટક કરી તાલુકા પોલીસમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button