DHORAJIGUJARATRAJKOT

Dhoraji: “સેવાસેતુ કાર્યક્રમ”ના નવમા તબક્કા અન્વયે તા.૨૮ ડિસેમ્બરે ધોરાજીના ઝાંઝમેર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

તા.૨૭/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આસપાસના ૨૭ જેટલાં ગામડાંઓના નાગરિકોને સરકારની ૫૬ સેવાઓનો લાભ એક જ સ્થળેથી સવારે ૯ થી ૫ વાગ્યા સુધી મળશે

Rajkot, Dhoraji: રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ સરકાર દ્વારા “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે. જેના નવમા તબક્કા અન્વયે તા. ૨૮ ડીસેમ્બર, ૨૦૨૩ ને ગુરૂવાર ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ઝાંઝમેર ગામે “સેવા સેતુ કાર્યક્રમ”નું અયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ આસપાસના ૧૫ જેટલાં ગામડાંઓના નાગરીકો સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી લઈ શકશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં ઝાંઝમેર, ફરેણી, તોરણીયા, મોટી પરબડી, નાનીપરબડી, સુપેડી, મોટીવાવડી, નાનીવાવડી, ભુખી, ભોળા, ભોલગામડા, છાડવાવદર, વેગડી, ઉમરકોટ, ભુતવડ એમ કુલ ૧૫ ગામોનો સમાવેશ કરાયો છે. જેમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ યોજનાકીય સેવાઓ એક જ સ્થળે ગ્રામ્ય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. અરજદારોને તેમની અરજી તથા સંબંધિત આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિવિધ સેવાઓનો લાભ લેવા માટે આધાર પુરાવા સાથે અરજદારે હાજર રહેવાનું રહેશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે જેતપુર વિસ્તારની વિવિધ કચેરીનાં અધિકારીશ્રીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે. જેનો લાભાર્થીઓએ લાભ લેવા વહીવટીતંત્ર વતી ધોરાજી ગ્રામ્ય મામલતદાર શ્રી એ.પી. જોશીએ અનુરોધ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button